નેત્રદાન મહાદાન
ગુજરાત
રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ અને રાજયના જુદા જુદા જીલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક
સંઘ દ્વારા નેત્રદાનનાં સંકલ્પ કાર્ડ ભરવાના છે, જેમાં સૌ પ્રથમ હાલ અમદાવાદ શહેર અને
જીલ્લાનાં ઉચ્ચતર શિક્ષકો દ્વારા નેત્રદાન સંકલ્પ કાર્ડ ભરવાની કાર્યવાહી ચાલુ છે.
આપશ્રી પણ આપના જીલ્લામાં નીચે મુજબ સંકલ્પ કાર્ડમાં આપના જીલ્લાનું જરૂરી ફેરફાર
કરી નવા સંકલ્પકાર્ડ બનાવી ભરાવી શકો છો, સંકલ્પકાર્ડનો પ્રિંટીંગ ખર્ચ જેતે જીલ્લાને
વ્યક્તિગત પ્રમુખ શ્રી પંકજભાઇ કે. પટેલ દ્વારા આપવામાં આવશે. સંકલ્પ કાર્ડમાં જ્યા
રાઉન્ડ મારેલ છે ત્યાં આપના જીલ્લાની આઇ(eye) બેંકનું નામ અને સરનામું લખવાનું રહેશે.
અને આપનાં જીલ્લાનાં પ્રમુખમંત્રી નું નામ લખવાનું રહેશે.
આપનો વિશ્વાસુ.
પ્રમુખ
પંકજભાઇ કે. પટેલ.
ગુ.રા.ઉ.મા.શિ.સંઘમહા મંડળ