જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી, તથા વડોદરા જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ આયોજિત શૈક્ષણિક સેમિનાર તા. ૧૭/૦૨/૨૦૧૪ ના રોજ વાકળ હાઈસ્કૂલ, મોભા રોડ, પાદરા ખાતે યોજાઈ ગયો. જેમાં પ્રમુખશ્રી પંકજભાઈ કે. પટેલ તથા મહામંત્રીશ્રી વિનોદભાઈ પટેલ તથા બોર્ડ સભ્ય મહેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
૯૮ પછી ફાજલ થતા શિક્ષકોની ફાજલ રક્ષણ અંગેની લડત માટે લડત ફાળા પેટે ૫૦૦૦ લેખે ૨૫ શિક્ષકશ્રીઓએ લડત ફંડનો ચેક પ્રમુખશ્રીને અર્પણ કરવામાં આવ્યો હતો.
૯૮ પછી ફાજલ થતા શિક્ષકોને નોકરીમાંથી છુટા કરવાના આદેશ અંગે પ્રમુખશ્રીની રજૂઆતના સંદર્ભે શિક્ષણમંત્રી સમક્ષની રજુઆતના કારણે શિક્ષણ કમિશનરશ્રીના આદેશથી છુટા નહી કરવાનો જિલ્લા શિક્ષણાધિકારીશ્રીને સૂચના આપવામાં આવી છે. જેની પ્રમુખશ્રી પંકજભાઈ પટેલે વિગતવાર માહિતી આપી હતી.