HIGHER MESSAGE JAN-2014
ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળની રાજ્ય કારોબારી બેઠક ચૌધરી વિશ્રાંતિ ગૃહ અંબાજી ખાતે તા. ૧૨/૦૧/૨૦૧૪ રવિવારના રોજ મળી જેમાં ગુજરાત રાજ્યના તમામ જીલ્લાના હોદ્દેદારો હાજર રહ્યા હતા. સરકાર સમક્ષની પડતર માગણીઓ અંગે સરકાર સામે આંદોલન કરવા અંગે અને વિવિધ શૈક્ષણિક સંઘો સાથે સંકલન કરી ચર્ચા કરવા અંગે વિચારણા થઈ.
મહામંડળના આગામી વર્ષ માટે નવા હોદ્દેદારોની બિન હરીફ વરણી કરવામાં આવી. પ્રમુખ તરીકે શ્રી પંકજભાઈ કે. પટેલ અને મહામંત્રી તરીકે શ્રી વિનોદભાઈ જે. પટેલની પુન: નિયુક્તી કરવામાં આવી. ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ અને તમામ ઉચ્ચતર માધ્યમિક શિક્ષક મિત્રો સર્વે હોદ્દેદારોને હાર્દિક અભિનંદન અને શુભ કામના પાઠવે છે.