અમરેલી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ
શિક્ષક સન્માન સમારોહ
અમરેલી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘનો શિક્ષક
સન્માન સમારોહ તા.૧૪/૧૨/૨૦૧૪ ને રવિવારના રોજ ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક
સંઘ મહામંડળના પ્રમુખશ્રી પંકજભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગયો. જેમાં
મહામંત્રીશ્રી વિનોદભાઈ પટેલ, બોર્ડ સભ્યશ્રી ગડારા, શ્રી નીતિનભાઈ પંડ્યા, મૃગેન્દ્રસિંહ,
લીલાભાઈ, રાજુભાઈ ઉપાધ્યાય તેમજ અમરેલી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના
પ્રમુખશ્રી ટી.આર મકવાણા, મંત્રીશ્રી રૂપાલા, અને ઘટક સંઘના હોદ્દેદારો તેમજ
જીલ્લાના ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.