રવિવાર, 19 જાન્યુઆરી, 2014

તા. ૧૬/૦૧/૨૦૧૪ ના રોજ ગુજ. મા.અને ઉ.મા.શિક્ષણ બોર્ડ, ગાંધીનગરમાં મહામંડળના પ્રમુખ, મહામંત્રી અને અન્ય શિક્ષણ વિદોની હાજરીમાં જુદા જુદા મુદ્દે ચિંતન બેઠક યોજાઈ હતી, જેમાં ધો ૧૧-૧૨ સામાન્ય પ્રવાહમાં ૨૦૧૬ થી નવો અભ્યાસક્રમ રચવાનું નક્કી થયું. વિષય જૂથ તેના તે જ રાખવા અને ત્રીજા જૂથમાં નાગરિક શાસ્ત્ર અને ભારતીય બંધારણ નવો વિષય ઉમેરવાનું નક્કી થયું. તદુપરાંત વિષયો સાત જ રાખવાનું નક્કી થયું. ૧ વિષય ઘટાડવામાં આવે તો ફાજલ કે છુટા થવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય જે ભવિષ્યમાં કોઈ સાંભળનાર હોતું નથી. માટે સાત વિષય રાખવાનું નક્કી થયું. ઉદ્યોગ વિષયના પ્રવર્તમાન પ્રવાહને ધ્યાને લઇ મહામંડળ જે વિષયો સૂચવે તે રાખવા અને તે અંગે સાત - આઠ ઉદ્યોગ શિક્ષકો અને મહામંડળ સાથે બેઠક ગોઠવવાનું નક્કી થયું. કોમ્યુ-રીપેરીંગ, પ્લમ્બિંગ, મોબા-રીપેરીંગ, વાયરિંગ, હાર્ડવેર-સોફ્ટવેર, વગેરે કોર્સ દાખલ કરવા અને તે માટે જરૂરી ટ્રેનીંગ આપવી, બોર્ડના ચેરમેન શ્રી વરસાણી સાહેબ, સચિવશ્રી જોશી સાહેબ, વાઈસ ચેરમેન શ્રી પઠાણ સાહેબ હાજર રહ્યા હતા.
પંકજભાઈ કે. પટેલ
પ્રમુખશ્રી