ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ આયોજિત માનનીય શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબનો સન્માન સમારોહ અને શિક્ષણ પરિસંવાદ-આજના શિક્ષણના પડકારો (ગ્રાન્ટેબલ શાળાઓ) જેતલપુર મુકામે થયો હતો. જેમાં ૧૫૦૦થી વધુ શિક્ષકો હાજર રહ્યા હતા. જેમાં શિક્ષણમંત્રીશ્રીએ ધનતેરસ પહેલા પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપી હતી જેના ભાગ રૂપે નિવૃત્તિ સમયે ૩૦૦ રજાના રોકડમાં રૂપાંતરનો પરિપત્ર આજરોજ કરવામાં આવેલ છે. તે બદલ શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ, શિક્ષણ સચિવશ્રી તિવારી સાહેબ, નીલેશભાઈ ત્રિવેદી સાહેબ, હળપતિ સાહેબ, એસ.ઓ.શ્રી ભટ્ટ સાહેબ, પરમાર સાહેબ, શિક્ષણ કમિશનરશ્રી સોમ સાહેબ, નાણા વિભાગના શ્રી આર.જી.જોશી સાહેબ, સેલર સાહેબ, અઢીયા સાહેબ સૌનો આભાર માનવામાં આવે છે.
અધિવેશનને સફળ બનાવવા બદલ મહામંડળના હોદ્દેદ્દારો, જીલ્લાના પ્રમુખ-મંત્રીઓ, પદાધિકારીઓ, રાજ્ય કારોબારી સભ્યો, અમદાવાદ શહેરના હોદ્દેદારોનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે.
અધિવેશનને સફળ બનાવવા બદલ મહામંડળના હોદ્દેદ્દારો, જીલ્લાના પ્રમુખ-મંત્રીઓ, પદાધિકારીઓ, રાજ્ય કારોબારી સભ્યો, અમદાવાદ શહેરના હોદ્દેદારોનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે.
પંકજભાઈ પટેલ
પ્રમુખ
ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ
સર્વે ઉચ્ચતર માધ્યમિક સારસ્વત મિત્રોને દીપાવલીની હાર્દિક શુભેચ્છા પાઠવવામાં આવે છે.


