બુધવાર, 19 જૂન, 2013

                                
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની સભ્યશ્રીઓની ચૂંટણીમાં ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના માન્ય ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવેલ છે. 
બિનહરીફ વિજેતા જાહેર
જૂથ - ૧ વિભાગમાં શ્રી પ્રકાશચંદ્ર સી. પટેલ - ભરૂચ
જૂથ - ૨ વિભાગમાં શ્રી મહેશકુમાર એ. પટેલ - અમદાવાદ શહેર
બહુમતીથી વિજેતા બનાવવા અપીલ
જૂથ -૩ વિભાગમાં શ્રી જયંતિલાલ ગડારાને અમદાવાદ ગ્રામ્ય અને સૌરાષ્ટ્રના તમામ જીલ્લાના ઉચ્ચતર માધ્યમિક શિક્ષકશ્રીઓ બહુમતીથી વિજેતા બનાવશે તેવી ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ અપીલ કરે છે. અને જૂથ ૧ અને જૂથ ૨ ના ઉમેદવારોને બિનહરીફ વિજેતા બનાવવા બદલ સૌ ઉચ્ચતર માધ્યમિક શિક્ષકશ્રીઓનો હાર્દિક આભાર માનવામાં આવે છે. 
આપનો આભારી,
પંકજભાઈ પટેલ
પ્રમુખ
ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ